GSRTC ભરતી 2026: ડ્રાઇવર અને કંડક્ટરની 8917 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ

GSRTC ભરતી 2026: ડ્રાઇવર અને કંડક્ટરની 8917 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ
સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
જાહેરાત ક્રમાંક GSRTC/202627/1 અને GSRTC/202627/32
પોસ્ટનું નામ GSRTC ડ્રાઇવર અને કંડક્ટર
કુલ જગ્યાઓ 8917 (4318 કંડક્ટર + 4599 ડ્રાઇવર)
અરજી કરવાની રીત માત્ર ઓનલાઈન
પગાર પ્રથમ 5 વર્ષ માટે રૂ. 26,000/- પ્રતિ મહિનો ફિક્સ
અરજીની તારીખ 06/06/2026 થી 05/07/2026 સુધી
નોકરીનું સ્થળ ગુજરાત
સત્તાવાર વેબસાઇટ gsrtc.in

મહત્વપૂર્ણ તારીખો: GSRTC ભરતી 2026

મહત્વપૂર્ણ તારીખો તારીખ
જાહેરાત પ્રકાશિત તારીખ 05/06/2026
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 06/06/2026
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 05/07/2026 (રાત્રે 23:59 કલાક સુધી)
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 07/07/2026 (રાત્રે 23:59 કલાક સુધી)
પરીક્ષાની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે

ખાલી જગ્યાની વિગતો: GSRTC ભરતી 2026

પોસ્ટનું નામ ખાલી જગ્યાઓ
કંડક્ટર 4318
ડ્રાઇવર 4599
કુલ જગ્યાઓ 8917

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા: GSRTC ભરતી 2026

શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા
કંડક્ટર માટે:
• ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
• પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા આપવામાં આવેલ માન્ય કંડક્ટર લાઇસન્સ અને બેજ ધરાવતા હોવા જોઈએ.

ડ્રાઇવર માટે:
• ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
• જાહેર વાહન ચલાવવા માટે RTO દ્વારા આપવામાં આવેલ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ અને બેજ હોવું જરૂરી છે.
• ડ્રાઇવિંગ લાઇસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ.
કંડક્ટર:
• લઘુત્તમ ઉંમર: 18 વર્ષ
• મહત્તમ ઉંમર: 35 વર્ષ

ડ્રાઇવર:
• લઘુત્તમ ઉંમર: 25 વર્ષ
• મહત્તમ ઉંમર: 35 વર્ષ

ઉંમરમાં છૂટછાટ (Age Relaxation)
વર્ગ કંડક્ટર ડ્રાઇવર
અનામત વિનાના પુરુષ 35 વર્ષ 35 વર્ષ
અનામત વિનાની મહિલા 40 વર્ષ 40 વર્ષ
અનામત વર્ગના પુરુષ 40 વર્ષ 40 વર્ષ
અનામત વર્ગની મહિલા 45 વર્ષ 45 વર્ષ
ભૂતપૂર્વ સૈનિક (Ex-Serviceman) / દિવ્યાંગ (PwBD) 45 વર્ષ 45 વર્ષ
અરજી ફી: GSRTC ભરતી 2026
ઉમેદવારનો વર્ગ અરજી ફી
અનામત વિનાના ઉમેદવારો (Unreserved) રૂ. 300/- + GST
અનામત વર્ગના ઉમેદવારો (Reserved) રૂ. 200/- + GST
પસંદગી પ્રક્રિયા: GSRTC ભરતી 2026
પસંદગી પ્રક્રિયા વિગતો
પરીક્ષા પદ્ધતિ ઓપ્ટિકલ માર્ક રેકગ્નિશન (O.M.R.) સિસ્ટમ દ્વારા પરીક્ષા લેવામાં આવશે.
કંડક્ટર પોસ્ટ 100 ગુણની O.M.R. આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે, જેમાં 100 પ્રશ્નો હશે અને સમયગાળો 1 કલાકનો રહેશે.
ડ્રાઇવર પોસ્ટ 100 ગુણની O.M.R. આધારિત પરીક્ષા તથા 50 ગુણની બસ ડ્રાઇવિંગ કસોટી લેવામાં આવશે. અંતિમ મેરીટ નિર્ધારિત વેઇટેજ મુજબ તૈયાર કરવામાં આવશે.
અભ્યાસક્રમ (Syllabus) સામાન્ય જ્ઞાન, માર્ગ સલામતી (Road Safety), ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગણિતીય ક્ષમતા (Quantitative Aptitude), તાર્કિક ક્ષમતા (Reasoning) વગેરે વિષયોનો સમાવેશ થશે.
નોંધ વધુ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત (Official Notification) અવશ્ય વાંચવી.
How to Apply
GSRTC ભરતી 2026 માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
1. ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવી.

2. OJAS પોર્ટલ (ojas.gujarat.gov.in) ની મુલાકાત લો.

3. Apply વિકલ્પ પર ક્લિક કરો.

4. ભરતીની જાહેરાતનું નામ અથવા જાહેરાત નંબર પસંદ કરો.

5. Apply Now બટન પર ક્લિક કરો.

6. અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરો.

7. તમામ વિગતો ચકાસ્યા પછી અરજીની પુષ્ટિ (Confirm Application) કરો.

8. અરજી સફળતાપૂર્વક સબમિટ થયા બાદ તેની પ્રિન્ટ અથવા PDF કોપી ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખો.

નોંધ: ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત ધ્યાનપૂર્વક વાંચવી અને તમામ પાત્રતા માપદંડો ચકાસી લેવા.

Importent links

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top